કાઠિયાવાડી છગનકાકો

સુવિચાર

નીચે પડેલા માણસનો હાથ પકડીને ઉભો કરાય જેથી તે સૌની સાથે ચાલી શકે. ચાલવાનું તેણે પોતાને જ હોય.

નીચે પડેલા માણસને ઊચકીને માથે ન બેસાડાય. પછી તો તે ચાલવાનું જ ભૂલી જશે.

માથે ચઢેલો માણસ સ્વસ્થ થઇ જશે તોપણ કદી તે રાજી-ખુશીથી ઉતરવાનો નથી. માથે ચઢયાંનો આનંદ કોણ જતો કરે.

પડેલાને ઉઠાડો અને ચાલતો કરો. તેથી તે સ્વાવલંબી થશે. માથે ન ચઢાવો. તેથી તમે થાકી જશો અને પેલો ચાલવાનું ભૂલી જશે.

This entry was published on 15/04/2014 at 1:17 pm and is filed under Uncategorized. Bookmark the permalink. Follow any comments here with the RSS feed for this post.

Leave a comment